મહારાષ્ટ્ર: 2 સૌથી મોટા મંદિર પર કંટ્રોલ મેળવવા શિવસેના-કોંગ્રેસ-NCPમાં જબરદસ્ત ખેંચતાણ
મહારાષ્ટ્રમાં મંત્રીઓની સંખ્યા, મલાઈદાર મંત્રાલયોની પરસ્પર જબરદસ્ત ખેંચતાણ બાદ કોંગ્રેસ-શિવેસના-એનસીપીએ આખરે વહેંચણી તો કરી લીધી. પરંતુ હવે મહારાષ્ટ્રના સૌથી મોટા બે મંદિરો પર નિયંત્રણને લઈને ખેંચતાણ ચાલુ છે.
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં મંત્રીઓની સંખ્યા, મલાઈદાર મંત્રાલયોની પરસ્પર જબરદસ્ત ખેંચતાણ બાદ કોંગ્રેસ-શિવેસના-એનસીપીએ આખરે વહેંચણી તો કરી લીધી. પરંતુ હવે મહારાષ્ટ્રના સૌથી મોટા બે મંદિરો પર નિયંત્રણને લઈને ખેંચતાણ ચાલુ છે. આ બે મોટા મંદિરો છે મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર (Siddhivinayak Temple) અને શિરડી (Shirdi) નું સાઈ મંદિર. આ બંને મંદિરો મહારાષ્ટ્રના જ નહીં પરંતુ દેશના સૌથી વધુ દાન મેળવનારા, પાવરફૂલ અને ભક્તોની સંખ્યાવાળા મંદિરોમાં સામેલ છે.
મહારાષ્ટ્ર સરકાર 10 રૂપિયામાં ગરીબોને આપશે 'શિવ' ભોજન
બંને દેશ-વિદેશમાં સેલિબ્રિટીથી લઈને રાજનેતા સુદ્ધામાં પ્રસિદ્ધ છે અને તેનું નિયંત્રણ એક પાવરફૂલ સિમ્બોલ મનાય છે. તેનું સંચાલન કરનારા બોર્ડના પ્રમુખની નિયુક્તિનો અધિકાર રાજ્ય સરકારના હાથમાં હોય છે. તેમના પ્રમુખનું સ્ટેટસ પણ કોઈ મંત્રીથી ઓછું નથી. આથી સરકારોમાં આ બંને મંદિરને લઈને નિયંત્રણની લડાઈ ચાલતી હોય છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી બે પાર્ટીઓની સરકાર રહી તો આ વિભાગ પરસ્પર વહેંચાઈ જતા હતાં.
પહેલા આવી રહેતી વહેંચણી
1995 અને 2014માં શિવસેના-ભાજપની સરકારમાં શિરડી ભાજપ પાસે અને સિદ્ધિવિનાયક શિવસેના પાસે હતું. 1999, 2004 અને 2009ની કોંગ્રેસ-એનસીપી સરકારમાં શિરડી કોંગ્રેસ પાસે અને સિદ્ધિવિનાયક એનસીપી પાસે હતું. જ્યાં સુધી બે પાર્ટીઓ હતી ત્યાં સુધી તો ફાળવણી સહેલી હતી પરંતુ હવે આ વખતે ત્રણ પાર્ટીઓની સરકાર છે. આથી વહેંચણી મુશ્કિલ બની રહી છે. ત્રણેય પાર્ટીઓમાં ભગવાની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલુ છે. શિવસેનાના સૂત્રોનું કહેવું છે કે તેઓ સિદ્ધિવિનાયક મંદિર પોતાની પાસે રાખવા માંગે છે. જ્યારે કોંગ્રેસની ઈચ્છા છે કે તેમને શિરડી મળે. એનસીપીનું કહેવું છે કે તેમને સિદ્ધિવિનાયક કે શિરડી બંનેમાંથી એક મળવું જોઈએ.
સાવરકર અને ગોડસે વચ્ચે હતા સજાતીય સંબંધો: કોંગ્રેસ વિકૃત પ્રચાર પર ઉતરી આવ્યું?
વચ્ચેનો રસ્તો-તીર્થસ્થાન મંત્રાલય
હવે આ સમસ્યાને જોતા મહારાષ્ટ્રમાં પહેલીવાર અલગથી તીર્થસ્થાન મંત્રાલય બનાવવાની કવાયત ચાલી રહી છે. જે હેઠળ શિરડી, સિદ્ધિવિનાયક સહિત બાકીના મહત્વપૂર્ણ મંદિરો તે મંત્રાલયને આધિન આવશે. જે મુજબ સિદ્ધિવિનાયક પર શિવસેનાનો કંટ્રોલ, શિરડી પર કોંગ્રેસનો સ્વાયત્ત કંટ્રોલ અને બાકીના મંદિરોના નિયંત્રણવાળા તીર્થસ્થાન મંત્રાલય એનસીપીના ફાળે જશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube